National

અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની જિલ્લા કલેકટર સહિતના અધીકારીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

જૂનાગઢ,તા.૨૧ તાઉ‘તે વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લાનાં બાગાયત તેમજ ખેતિવાડી પાકોને નુકશાન થયુ છે. આ નુકશાન સંદર્ભે જિલ્લામાં ૯ તાલુકામાં ૧૦૩ જેટલા કર્મચારી અધિકારી સાથે ૨૭ ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાયેલ છે. જયારે અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધીકારી એ.એસ મંડોત સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ નુકશાનીનું આકલન કર્યુ હતુ.

જિલ્લાનાં તમામ ગ્રામ્ય વિસ્તારોને આવરી સર્વે કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને બાગાયતી પાક ધરાવતા વિસાવદર, મેંદરડા, માળીયા હાટીના અને માંગરોળ તાલુકામાં નુકશાની છે. સર્વે ટીમમાં ગ્રામસેવક,  ખેતી અધિકારી, બાગાયત વિભાગ તેમજ સ્થાનિક તલાટી સહિતની ટીમ છે.બાગાયત પાકના નુકશાન સાથે ઉનાળુ પાક મગ, તલ, અડદ સહિત અન્ય  નુકશાન અંગે પણ સર્વેમાં આવરી લેવાયેલ છે..

જૂનાગઢ જિલ્લામાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીના સુપરવિઝન અને અસરકારક અમલીકરણ માટે નિમાયેલ અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી સહિતના અધિકારીઓએ  વિસાવદર તાલુકાના વેકરીયા લાલપુર અને રાવણી મુંડીયા ગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ફિલ્ડનાં રહેલી ટીમોને માર્ગદર્શન આપવા સાથે ગ્રામજનોને મળી નુકશાનીનુ પ્રત્યક્ષ નીરિક્ષણ કરી માહીતગાર થઇ રહયા છે.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારે નુકશાનીના ત્વરીત સર્વે માટે બહારના જિલ્લાના  કર્મચારી અધીકારીઓને ડેપ્યુટ કરવા સાથે  સર્વેની કામગીરી  સમયબધ્ધ રીતે હાથ ધરી પુર્ણ કરવાની છે. જેથી લોકોને થયેલ નુકશાનીની સાચી હકીકત મળવા સાથે તેમને સહાય ચૂકવી શકાય. જૂનાગઢ જિલ્લામાં રાહત બચાવની સમગ્ર કાર્યવાહી સાયમર્યાદામાં પૂર્ણ કરવા હાલ અધિકારીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારના ગામડા ખુંદી રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button