National

આગામી તા.૨-૫-૨૦૨૧ સુધી શ્રી રામમંત્ર મંદિર ડાયમંડ એસોસિએશન હેઠળના તમામ હીરાના કારખાના દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રી રામમંત્ર મંદિર ડાયમંડ એસોસિએશન દ્વારા
આગામી તા.૨૭-૪-૨૦૨૧ થી તા.૨-૫-૨૦૨૧ સુધી તમામ હીરાના કારખાના સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો
નિર્ણય લીધો છે.
શ્રી રામમંત્ર મંદિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી ધીરૂભાઇ કાજાવદરાએ જણાવ્યું હતું કે, હાલની
કોરોનાની મહામારીમાં ભાવનગરના લોકોના આરોગ્ય અને સુખકારીમાં વધારો થાય અને જિલ્લા વહીવટી
તંત્રની લાગણીથી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવેલ છે. આ થકી બીજા એસોસિએશન તથા લોકોને પણ
પ્રેરણા મળે અને આ કોરોનાની મહામારીમાંથી આપણો ભાવનગર શહેર-જિલ્લો ઝડપથી બહાર આવે તેવી
લાગણી સાથે અને આપણા દેશના અગ્રણી ઉદ્યોગપતિશ્રી અને ટાટા ગ્રુપના ચેરમેનશ્રી રતન ટાટાએ સરસ
વાક્ય કહ્યું છે કે, આપણે જીવતા રહીશું તો બધું થઈ શકશે તેથી આ વર્ષ કોરોનાની મહામારીમાં નફો-
નુકસાન ભૂલીને સહી સલામત અને જીવતા રહીએ એ જ આપણા સૌ માટે અને આપણા ફેમિલી માટે
મહત્વનું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button