National

આહવાના ‘જનસેવા’ ગ્રુપના સેવાકર્મીઓના હાથ મજબૂત કરતુ બારડોલીનુ ‘દિવાલીબેન ટ્રસ્ટ’

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૬:  કોરોનાના કપરા કાળમા જરૂરિયાતમંદો સહિત કોરોનાના દર્દીઓ, તેમના પરિવારજનો વિગેરેની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા આહવાના ‘જનસેવા’ ગ્રુપના સ્વયંસેવકોના હાથ મજબૂત કરતા બારડોલીના ‘દિવાલીબેન ટ્રસ્ટ’ દ્વારા જરૂરી સાધન સામગ્રી અર્પણ કરવામા આવી છે.

કોરોનાને કારણે જીવ ગુમાવનારા કમનસીબ દર્દીઓની અંત્યેષ્ઠી સહિતની કામગીરી કરતા ‘જનસેવા’ ગ્રુપના સ્વયં સેવકોની સલામતી પણ સમાજ માટે એટલી જ જરૂરી છે. જે ધ્યાને લેતા બારડોલીના ‘દિવાલીબેન ટ્રસ્ટ’ દ્વારા કેટલીક સાધન સામગ્રી એનાયત કરાઈ હતી.

ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડાયરેકટરશ્રી ડો.મુકેશ ભગતના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના ડાંગ જિલ્લાના કો ઓર્ડીનેટર શ્રી રાજેશ પટેલ દ્વારા જિલ્લા સેવા સદનના સંકુલમા આ સાધન સામગ્રી ‘જનસેવા’ ગ્રુપના સ્વયં સેવકોને અર્પણ કરાઈ હતી.

જેમા ઓક્સિજન કંસન્ટ્રેટર મશીન સહિત ઓક્સીમીટર, મેડિકલ કીટ, હેન્ડ ગ્લોઝ, ફેસ માસ્ક, સેનેટાઇઝર, સર્જીકલ કેપ, ગારબેજ બેગ, પીપીઈ કીટ, ડેડબોડી માટે પોલીથીન બેગ, ગ્લુકોઝ પાવડર સહિતની ચીજવસ્તુઓ આપવામા આવી છે.

સેવાકર્મીઓના હાથ મજબૂત કરતા ‘દિવાળીબેન ટ્રસ્ટ’ ના આ સહયોગને ‘જનસેવા’ ગ્રુપે સાદર સ્વીકારી આભાર પ્રગટ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button