National

કલેકટરશ્રીએ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી વળતર ચૂકવવામાં આવશે

માહિતીબ્યુરો, બોટાદ:

તાજેતરમાં ભારત સરકારના હવામાન ખાતાની આગાહી અનુસાર તારીખ 17 અને 18 મેં 2021 ના રોજ રાજ્યમાં તાઉ તે વાવાઝોડું આવવાની આગાહી કરવામાં આવેલ હતી. જે આગાહી અનુસાર બોટાદ જિલ્લામાં પણ આ વાવાઝોડાની અસર થયેલ હતી. વાવાઝોડાથી જિલ્લામાં ઓછામાં ઓછા પ્રમાણમાં નુકશાની થાય અને જાનહાનિ  થતી અટકાવી શકાય તે માટે જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજીવ કુમાર તેમજ જિલ્લા કલેકટર શ્રી વિશાલ ગુપ્તાની અધ્યક્ષતામાં મિટિંગનું આગોતરુ આયોજન કરી જિલ્લાના આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, પીજીવીસીએલ સહિત  વિવિધ ખાતાઓના અમલીકરણ અધિકારીઓને તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી આયોજન કરવા અને કુદરતી આપત્તિથી ઓછામાં ઓછા પ્રમાણમાં નુકસાન થાય અને વાવાઝોડા બાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવા સુચારુ આયોજન કરવા જણાવેલ હતું.          બોટાદ જિલ્લામાં આવેલ આ વાવાઝોડા બાદ સરળ સ્વભાવના અને સંવેદનશીલ કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તા અને  જિલ્લા વિકાસ અધિકારીશ્રી  લલિત નારાયણ સિંગ  સાંધુ એ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખુદ જાતે પ્રવાસ કરી ગ્રામ્ય ગ્રામજનોને રૂબરૂ મળી ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાથી થયેલ નુકશાનની જાણકારી મેળવી હતી.          કલેક્ટરશ્રી વિશાલ ગુપ્તાએ બરવાળા તાલુકાના ખાંભડા, રાણપરી તેમજ રાણપુર તાલુકાના જાળીલા અને બગડ ગામમાં પ્રવાસ કરી ખેતી પાક, બાગાયત, વીજળી સહિત વિવિધ ક્ષેત્રે વાવાઝોડાથી થયેલ નકશાની અંગેની જાણકારી મેળવી હતી. તેમણે જે તે ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી સત્વરે વળતરની રકમ ચૂકવી શકાય અને લાભાર્થીને વાવાઝોડાથી થયેલ નુકશાનની અંગેના વળતરની રકમ સમયસર મળી જાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી.        કલેકટરશ્રીએ વિવિધ ગામોની જાતે લીધેલ મુલાકાતથી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને થયેલ નુકશાનનીના વળતરની રકમ તાત્કાલિક ધોરણે ચૂકવી આપવા ખાતરી આપતા ગ્રામ્ય લોકો ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button