National

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તથા રાજુલા ના વિવિધ વિસ્તારોની લીધેલી મુલાકાત

રાજકોટ તા.૨૦ મેઃ- તાઉતે વાવાઝેાડા સમયે જાફરાબાદના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી હતી. જાફરાબાદ જેટીની મુલાકાત લઈ માછીમારો એસોસિએશનના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. જાફરાબાદના લાલબત્તી, પીપળીકાંઠા જેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને હાઈસ્કૂલ જેવી સલામત જગ્યાએ ખસેડાયા મંત્રીશ્રી બાવળીયાએ જાફરાબાદ હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલા શેલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી અને તમામા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું.

આ તકે મંત્રીશ્રી બાવળીયાએ શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવેલા લોકો સાથે વાતચીત કરી. અને શેલ્ટર હોમમાં ચા-પાણી, નાસ્તા, બે ટાઈમ ગુણવત્તાયુક્ત ભોજન જેવી તમામ વ્યવસ્થાઓ કરવા તંત્રને સૂચના અપાઇ હતી. તેઓએ આ ઉપરાંત જાફરાબાદ ખાતેના લાઈટ હાઉસની મુલાકાત લીધી હતી.

જયારે તાઉતે વાવાઝેાડું પસાર થયા બાદ મંત્રીશ્રી બાવળીયાએ રાજુલા તાલુકાના અસરગ્રસ્ત કડિયાળી, નિંગાલા, ઝોલાપુર, પીપાવાવ ધામ, વિક્ટર, મજાદર, કથીવદર, દાતરડી, સમઢિયાળા, ખેરા, પટવા, ચાચબંદર, વિસળિયા ગામોની મુલાકાત લઇને જાન હાની, મિલકત, સંપત્તિ, પશુ- પંખી તથા ખેતી પાકને થયેલ નુકશાનની વિગતો મેળવી હતી. તેઓએ તાઉતે વાવાઝોડા પસાર થયા બાદ ચાલી રહેલી રીસ્ટોરેશનની કામગીરીની પણ મુલાકાત લઇને વિગતો મેળવી હતી. તેઓએ જન જીવન પૂર્વવત થાય તે માટે ઉપયોગી સુચનો  કર્યા હતા.

આ મુલાકાત સમયે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે વી કાકડીયા, ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયા, સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ રાજુલા જાફરાબાદ વિસ્તારના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button