National

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

જેમાં મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,
ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા,ઓકિસજનના નવા
પ્લાન્ટ, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા,આરોગ્ય સ્ટાફ ,રસીકરણની સ્થિતિ- આયોજન
સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી
તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં 'મારું ગામ કોરોનામુકત ગામ' અને શહેર
વિસ્તારમાં 'મારો વૉડ કોરોનામુકત વૉર્ડ' અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટી તંત્ર,
શહેરીજનો અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર- અંગે પણ
વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ 'તૌકતે' વાવાઝોડા અંગે વહીવટી તંત્રની તૈયારીઓની પણ સમિક્ષા કરીને
સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબહેન દવે, ભાવનગરના મેયરશ્રી કિર્તિબાળાબેન
દાણિધરિયા, ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્યશ્રી
આર.સી.મકવાણા, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા,ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકારાણી, જિલ્લા
ભાજપા પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર
સચિવશ્રી કે.કેલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવશ્રી સોનલ
મિશ્રા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, રેન્જ
આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર સહિત પદાધિકારી
અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણાં કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button