National

કોરોનાને હરાવીને કોરોના વોરીયર પોરબંદરની સિવિલ હોસ્પીટલમા બજાવી રહ્યા છે ૧૬ થી ૧૭ કલાક ફરજ

લંચ અને ડીનર બન્ને હોસ્પીટલમા જ કરુ છુ : માઇક્રો બાયોલાજીસ્ટ ડો. ફલક મોદી

પોરબંદર તા,૨૭. પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલમા ફરજ બજાવતા ઘણાબધા કોરોના વોરીયર્સ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. પણ તેઓએ દર્દીઓની સારવાર અટકવા દીધી નથી. કોરોના મૂક્ત થઇને ફરી પાછા તેઓ ફરજ પર જોડાય જતા હોય છે. ભાવસિંહજી સિવિલ હોસ્પીટલના લેબ વિભાગમા માઇક્રો બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. ફલક મોદી પણ ખરા અર્થમા કોરોના વોરીયર્સ બન્યા છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર મેળવીને ડો. ફલક અત્યારે લેબ વિભાગમા દરરોજ ૧૬ થી ૧૭ કલાક ફરજ બજાવીને નાગરિકોના કોરોના રીપોર્ટની સંપુર્ણ કામગીરી કરી રહ્યા છે. પોતાનુ બપોરનુ લંચ અને રાત્રીનુ ડીનર મોટાભાગે તે લેબ વિભાગમા જ કરે છે જેથી વધુ સમય હોસ્પીટલમા ફાળવી શકે.

FALAK MODI

કોરોનાને લગતી એક મહત્વની કામગીરી એટલે કોરોનાના સેમ્પલનો રીપોર્ટ કરવાની કામગીરી. જે લેબ વિભાગ દ્રારા કરવામા આવે છે. પોરબંદર જિલ્લાના જુદા જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે લેવાતા કોરોનાના સેમ્પ્લનુ ટેસ્ટીંગ ભાવસિંહજી હોસ્પીટલના લેબ વિભાગમા કરવામા આવે છે. જેની સંપુર્ણ દેખરેખ ડો. ફલક અને તેમની ટીમ દ્રારા કરવામા આવે છે. ડો. ફલકે જણાવ્યુ કે, “ રાજ્ય સરકાર દ્રારા આર ટી પીસીઆર આધુનિક મશીન ફાળવ્યુ છે. જેમા થતા રીપોર્ટ માટે લેબ વિભાગ સતત ચાલુ હોય છે. મને કોરોના થયો હતો, હું હમણા જ સંક્રમણ મૂક્ત બનીને ફરજ પર હાજર થઇ છુ. અત્યારે હું દરરોજ સવારે ૧૦ વાગાથી રાત્રીના ૨ કે ૩ વાગા સુધી લેબ પર જ હોવ છુ. બપોરનુ લંચ અને રાતનુ ડીનર હું મોટાભાગે લેબમા જ કરુ છુ જેથી વધુ સમય હોસ્પીટલમા ફાળવી શકુ. કોરોના થયેલો હોવાથી થોડીક વીકનેસ રહે છે પણ મન મજબુત કરી લેવાથી કામ સરળ બની જાય છે”.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button