National

ખંડેરાવ માર્કેટના ફૂલ બજારમાં ભીડ ઊમટતાં બંધ કરાવ્યું, આજથી માત્ર 28 છૂટક વેપારી બેસી શકશે

પાલિકાની વડી કચેરીના નાક નીચે જ ભીડ ઊમટી પડી હોવાનો બનાવ બન્યો હતો.ખંડેરાવ માર્કેટમાં આવેલા ફૂલ બજારમાં ભીડ ઊમટી પડતાં પાલિકાએ તેને બંધ કરાવવાની ફરજ પડી હતી. શુક્રવારથી માત્ર છૂટક વેપારીઓ ત્યાં બેસી શકે તેવો નિયમ પણ અમલી કરાવ્યો છે.

કોરોના ઘાતક સ્વરૂપ ધારણ કરતો જાય છે ત્યારે પાલિકાએ ખંડેરાવ માર્કેટ સ્થિત ફૂલ બજાર બંધ રાખવા સૂચના આપી હતી.શુક્રવારથી ઓડ ઇવન પદ્ધતિ મુજબ ફૂલ માર્કેટ ચાલુ રહેશે. જેમાં બહારથી આવતા હોલસેલ વેપારીઓ તથા ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જેના કારણે કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.

વેપારીઓએ જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સ મામલે પાલિકાને માત્ર ફૂલ બજાર નજરે ચડે છે. મંગળબજાર શાકમાર્કેટ, સિંધી માર્કેટ સહિતનાં બજારો જ્યાં સરેઆમ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે કેમ દેખાતું નથી? કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ. બીજી તરફ વેપારીઓએ રસ્તા પર ફૂલના પથારા માંડ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો.

આમ પાલિકાએ ફૂલ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બંધ કરાતાં મુખ્ય માર્ગ ઉપર સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડયા હતા અને પરિસ્થિતિ જૈસે થે રહી હતી. પાલિકાના માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ પંચાલે જણાવ્યું કે, શુક્રવારથી 28 છૂટક 28 વેપારી જ ખંડેરાવ માર્કેટમાં બેસી શકશે અને જથ્થાબંધ વેપારીઓ કે ખેડૂતો માટે લાલબાગ બ્રિજ નીચે વ્યવસ્થા કરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button