National

ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરાવાર અને સંભાળ

માહિતી બ્યુરો, જૂનાગઢ,તા.૬

૯૦૦ થી વધુ બેડ, અધતન ઓપરેશન થીયેટર, વિશાળ ગ્રાઉન્ડ, ઓક્સીજન અને વેન્ટીલેટર સુવિધાથી સજ્જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ હાલ તો કોરોના દર્દીઓ માટે જીવનઆધાર બની છે. માત્ર જૂનાગઢ જ નહિં ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને પોરબંદર જિલ્લાના કોરોના પેશન્ટ પણ અહિં સરાવાર મેળવી સ્વસ્થ થાય છે.

જૂનાગઢ જોષીપરા વિસ્તારનાં રહીશ હરિભાઇ મહેતા તેમના ૯૩ વર્ષના માતા નાથીમાં અને પરિવારનાં તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. ઘરના યુવાન સભ્યોને તો હોમ આઇસોલેશન અને સારવારથી ઘરે જ સારૂ થઇ ગયું. પરંતું ૯૩ વર્ષના નાથીમાં અને હરિભાઇ મહેતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી.

હોસ્પિટલમાં દાખલ કરવા માટે ખાનગી હોસ્પિટલની પણ તપાસ કરી પરંતું આખરે પસંદગી સરકારી સિવિલ હોસ્પિટલની કરી તેમા દાખલ થયા ૯૩ વર્ષના નાથીમાંને ખૂબ નબળાઇ હતી. વાહનમાંથી ઉતરે એટલે તેડીને લઇ જવા પડે. ઓક્સિજનની ઘટ, તાવ અને નબળાઇ હતી. સિવિલના તબિબોની આઠ દિવસની સારવારથી ૯૩ વર્ષના નાથીમાંને તેડીને હોસ્પિટલે લાવ્યાં હતા તે ચાલતા ઘરે પહોચવા સક્ષમ બની ગયા.

વયોવૃધ્ધ માતા અને પુત્રને સારી મેડીકલ ટ્રીટમેન્ટની સાથે તેમની શારિરીક નબળાઇને કારણે તમામ જવાબદારી પણ હોસ્પિટલના સ્ટાફે સંભાળી હતી. હોસ્પિટલની સારવાર અને સ્ટાફની પરિવાર ભાવના સાથેની હુંફ હરિભાઇ મહેતા અને નાથીમાંએ કોરોનાને માત આપી પરિવાર સાથે છે. ગુજરાત સરકાર દ્વારા રૂા. ૬૦૦ કરોડના ખર્ચે નિર્મિત સિવિલ હોસ્પિટલ થકી આજે અનેક દર્દીઓ કોરોના મુક્ત થઇ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button