National

ગીરના નેશડામાં કાચા-પાકા મકાનોમાં રહેતા માલધારીઓને રોકડ સહાય ચુકવતા તંત્રના અધિકારીઓ

જૂનાગઢ તા.૨૭ તાઉ-તે વાવાઝોડામાં ગીરના નેશમાં વસતા માલધારીઓનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આવા સ્થળાંતર કરવામાં આવેલા માલધારી કુટુંબને રૂા. ૩૦ લાખથી વધુ   રોકડ અને ઘરવખરી-મકાન સહાય ચુકવવામાં આપી છે. રોકડ સહાય રૂ ૮ લાથી વધુ છે જે લાભાર્થી કુટુંબને નેશમાં જઇને કર્મચારી અધિકારીઓ દ્રવારા રોકડ સ્વરૂપે આપવામાં આવ્યા છે. જયારે ઘરવખરી-મકાન સહાય બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.

SAHAY ગીરના નેશડામાં કાચા-પાકા મકાનોમાં રહેતા માલધારીઓને રોકડ સહાય ચુકવતા તંત્રના અધિકારીઓ

જૂનાગઢ જિલ્લાના ગીર બોર્ડરના વિસાવદર અને મેંદરડા તાલુકામાં આવેલ સેટલમેન્ટમાં ગામ અને નેશ વિસ્તારમાં રહેતા કુટુંબોને રૂા. ૮ લાખથી વધુ રોકડ સહાય ચુકવવામાં આવી છે. તેમજ રૂ. ૨૨ લાખ ઘરવખરી-મકાન સહાય બેન્ક ખાતામાં જમા કરવામાં આવી  છે. અને હજુ બેન્કખાતાની વિગતો આવે તેમ નાણાં જમા કરવામાં આવી રહયા છે. નેશ વિસ્તારના માલધારીઓને સશાય ચૂકવવા વા વિભાગનો સહયોગ લેવમાં આવી રહયો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એસ.મંડોત, નાયબ કલેકટર વી.ડી.સાકરીયા, મેંદરડા મામલતદાર ફાતેમાં માકડા, નાયબ મામલતદારો તેમજ રેવન્યુ તલાટી અને ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા ગીરના નેશ વિસ્તારમાં જઇને રોકડ સહાય ચુકવવામાં આવી હતી.

 

ગીરના નેશડામાં કાચા-પાકા મકાનોમાં રહેતા માલધારીઓને રોકડ સહાય ચુકવતા તંત્રના અધિકારીઓ

વિસાવદર અને મેંદરડા તાલુકામાં આવા સેન્ટલમેન્ટના ૫ ગામ  અને ૨૦ જેટલા નેશ વિસ્તાર છે. જેમાં વિસાવદર તાલુકામાં ખાંભડા,  સુવરડી,  ગોરડવાડા,  બારપાણીયા,  બગોયા,વાંકલઆરા,  કાદવાડી,   હસનાપુર  અને જાંબુથાળાનો સમાવેશ થાય છે. જ્યારે મેંદરડા તાલુકામાં કાસીયા, નવી આલવાણી,  કાઠીતળ,  દાધીયા,  જુની  આલવાળી,  ગંગાજળીયા,  ખડા,  દુધાળા,  અબુડી,  વાણીયાવાવ,  કાઠાળા અને લકડવેરાનો નેશનો સમાવેશ થાય છે.

જાંબુથાળા ખાતે ગઇકાલે રોકડ સહાય મેળવનાર લાભાર્થી સલીમભાઇએ કહ્યું કે, અમારાનેશ વિસ્તારમાં જિલ્લાતંત્રના અધિકારીઓ આવીને સહાય ચુકવી છે. જે વાવાઝોડામાં અમારા માટે રાહતરૂપ બનશે અહીંના ગફારભાઇ બ્લોચે કહ્યું કે, અમારા કાચા-પાકા મકાનોને પણ નુકશાન થયું છે. રોકડ સહાય સાથે અમને મકાન સહાય પણ મળશે. જે અમારા કુટુંબ માટે મુશ્કેલીના સમયે મદદરૂપ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button