Uncategorized

ગુજરાત સરકારનો છાંયડો

લુણાવાડા,

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ફળ-ફૂલ અને શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે મહીસાગર  જિલ્લામાં ફળ , શાકભાજીના નાના વેચાણકારો – લારીવાળાને યોગ્ય છાંયડાની વ્યવસ્થા ઉભી કરવા માટે તથા શાકભાજીનો બગાડ અટકાવવા માટે  મહીસાગર જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાાણ યોજના અંતર્ગત ૧૨૨૯ અરજદારોએ ઓનલાઇન અરજી કરી હતી. જે પૈકી ૧૦૬૪ જેટલી પાત્રતા ધરાવતી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી. જેમા લુણાવાડા તાલુકામાં ૬૮૯,વિરપુર તાલુકામાં ૧૪૭, ખાનપુર તાલુકામાં ૯૧, સંતરામપુર તાલુકામાં ૬૬,બાલાશિનોર તાલુકામાં ૫૪ અને કડાણા તાલુકામાં ૧૭ મળી જિલ્લામાં ૧૦૬૪ જેટલી“ગુજરાત સરકારનો છાંયડો”  છત્રીનું ફળ-ફૂલ અને શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત એસ.ટી.બસ સ્ટેશન પાછળના ભાગમાં આવેલ શાકભાજી માર્કેટમાં શાકભાજીનો વેપાર કરનાર લાભાર્થીશ્રી  કિરીટભાઇ ભોઇ જણાવે છે કે માર્કેટ કે અન્યત્ર જગ્યાઓ પર યોગ્ય પોષણક્ષમ ભાવ મેળવવા બેસતા હોય છે. ત્યારે ઉનાળાની ગરમીમાં ફળ અને શાકભાજી વહેલા બગડી ના જાય તેની સામે રક્ષણ મળે અને અમારું શાકભાજી તાજું રહે અને લાંબો સમય ટકી રહે તે માટે મને મળેલ વિનામૂલ્યે છત્રી ઘણીજ ઉપયોગી પુરવાર થઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button