Religions

ગેરકાયદેસર રીતે પશુઓની તસ્કરીનો પર્દાફાશ

ગેરકાયદેસર રીતે પશુઓની તસ્કરીનો પર્દાફાશ

જીવદયા પ્રેમીએ ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી

પોલીસે 9 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી અજાણ્યા ટ્રક ચાલક અને પશુ ભરાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા

વડોદરા નેશનલ હાઇવે નંબર 48 ઉપર  ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીએ પીછો કરી ઝડપી પાડી હતી. હરણી પોલીસે 47 નંગ ખીચોખીચ પશુઓ ભરેલી ટ્રક સાથે નવ લાખ ઉપરાંતની મત્તા કબજે કરી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે પશુ એટલા નિર્દયતા પૂર્વક ભર્યા હતા કે પશુઓની ચામડી છોલાઈ જતા ઈજાઓ પણ પહોંચી છે.

પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા માં ફરજ બજાવતા નેહા બેન પટેલ અમદાવાદ થી વડોદરા તરફ આવી રહ્યા હતા ત્યારે દેણા ચોકડી પાસે તેમની નજીકથી પસાર થતી ટ્રક માં પશુ ભરેલા હોવાની શંકા જતા તેમણે ટ્રકનો પીછો કર્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઇવર હોટલ કમ્ફર્ટ ઇન સામે ટ્રકને ઉભી રાખી અંધારામાં નાસી છૂટયો હતો. લાકડાના પાટીયા વાડી બંધ બોડીની ટ્રકમાં તાડપત્રી હટાવી ને જોતા ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ મળી આવ્યા હતા. જેમાં રૂપિયા 1.02 લાખની કિંમતના 47 નંગ પાડા પાડી  મળી આવ્યા હતા. પોલીસે પશુ અને ટ્રક સહિત રૂપિયા 9.02 લાખનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ટ્રક ચાલક અને પશુ ભરાવનાર શખ્સ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ એકટ હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પશુઓને હાલ સયાજીપુરા પાંજરાપોળ માં રાખવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button