National

જંબુસર તાલુકાના કોરા ખાતે કોવિંડ કેર સેન્ટર તૈયાર કરાયું

ભરૂચઃ શુક્રવાર :- રાજ્યના સ્થાપના દિવસ તા.૧લી મે થી ૧૫ મે સુધી રાજ્યના ૧૮ હજાર ગામોમાં કોરોના સામેની લડતને સફળ બનાવવા અને જનજાગૃત્તિથી ગામોને કોરોના સંક્રમણથી મુક્ત રાખવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે મારું ગામ કોરોનામુકત ગામ અભિયાનને પાર પાડવા કોરા ગામના સરપંચશ્રી ચંદ્રસિંહ ગોહિલ,તલાટી કમ મંત્રીશ્રી કલ્પેશભાઇ, ગામના યુવાન અને પત્રકાર શ્રી રફીકભાઇ મલેકની ઉપસ્થિતિમાં ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

ઉત્સાહી સરપંચ –  ઉપ સરપંચ સદસ્યો દ્વારા ગ્રામ્ય જનતાની ચિંતા કરી તેઓ નિરોગી સ્વસ્થ રહે તે માટે  ગામના શરદી, ખાંસી તાવના લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર મળી રહે તેવા શુભાશયથી આ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યુ છે  જેનાથી કોરા ગામની જનતાને રાહત થશે અને કોરા ગામ  કોરોના મુક્ત ગામ બનશે.

ગામના સરપંચશ્રી ચંદ્રસિંહ ગોહિલે ગ્રામજનોને  ‘કોરોના’ ને ગામમાં પ્રવેશતો અટકાવવા માટે  સતત સોશિયલ ડીસ્ટન્સ, ફેસ માસ્કનો ઉપયોગ, અને વારંવાર સાબુથી હાથ ધોવા જેવી બાબતે સમજણ આપીને પ્રજાજનોને જાગૃત કરાઈ રહ્યા છે વેક્સીનેસન સહીતની આરોગ્યલક્ષી કામગીરીમાં ગ્રામજનોના હકારાત્મક સહયોગની અપેક્ષા સેવી હતી.

આ સેન્ટર પ્રારંભે ગામના સર્વશ્રી ધર્મેન્દ્ર સિંધા, મજીદભાઈ મલેક સહિત અગ્રણીઓ – ગ્રામજનો હાજર રહ્યા હતા સ્વયં શિસ્ત કેળવી ગામનું જાહેર સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યા હતા.

આ ઉપરાંત જંબુસર તાલુકાનાં કહાનવા ગામે મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત કહાનવા સરકારી પ્રાથમિક શાળા ખાતે દસ પથારીનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો  જ્યાં પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે જેથી કહાનવા ગામના સામાન્ય લક્ષણ શરદી, ખાંસી, તાવના દર્દીઓને રાહત થશે.  મહિલા સરપંચ શ્રીમતી રંજનબેન પરમાર – સદસ્યો તથા યુવાનો આ વેળાએ હાજર રહયા હતા તેમની ટીમ  ગ્રામજનોને સ્વસ્થ રાખવા કમર કસી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button