National

જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સીએચસી કોવીડ હેલ્થ કૅર સેન્ટર ને ચારસો પચાસ ઇન્જેક્શનોની સહાય

– કૃણાલ સોમાણી, ધંધુકા

ધંધુકા અને ધોલેરા તાલુકા મધ્યે સરકારી રાહે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ખાતે દશ બેડની સુવિધા સાથે કોવીડ હેલ્થ કૅર સેન્ટર કાર્યરત છે,આ સેન્ટર માં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ દાખલ થતાં જોવા મળે છે. આ કોવીડ હેલ્થ કૅર સેન્ટર માં દાખલ થનાર કોરોનાગ્રસ્ત દર્દીઓ ને મદદરૂપ થવા અત્રે વ્યક્તિગત ધોરણે, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ દ્વારા દર્દીઓ ને સારવાર માં મદદરૂપ થઈ શકે તેવા ઉપકરણો આપી માનવ સેવા કરવાનો લ્હાવો લઈ રહ્યા છે, આજે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પૃથેશભાઈ શાહ, નિલેશભાઈ બગડિયા મંત્રી, મનુભાઈ રાઠોડ સહિત ના ઓ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓ ને વધતાં ઇન્ફેકશન ને ડામી શકાય તે અંતર્ગત 250 ઇન્જેક્શનો જયારે એસીડીટી અંતર્ગત 200 ઈન્જેકશન ની સહાય સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડૉ. ઉદિતભાઈ જુવાલિયા ને અર્પણ કરવામાં આવ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button