National

જરૂરતમંદ બાળકોનાં સપનાં સાકાર કરવામાં મદદરૂપ થવું એ સૌથી મોટી માનવતા છે : રાજ્યપાલશ્રી

માહીતિ ગાંધીનગર

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, જરૂરતમંદ બાળકોના સપનાં સાકાર કરવામાં મદદરૂપ થવું એ સૌથી મોટી માનવતા છે. રાજ્યપાલશ્રીએ અમદાવાદ પોલીસ દ્વારા “સુરક્ષા સેતુ” કાર્યક્રમ અંતર્ગત યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી જરૂરતમંદ તેજસ્વી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

 

રાજ્યપાલશ્રીએ આ તકે કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીના બાળકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બાળકોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સુવિધાપૂર્ણ જીવન જીવનારા નહીં પરંતુ જરૂરતમંદ બાળકો જ આગળ જઈને ઇતિહાસનું સર્જન કરી શકે છે. તેમણે બાળકોને જીવનમાં ક્યારેય હીનભાવ નહીં લાવવા અનુરોધ કર્યો હતો. સાચી દિશામાં કરવામાં આવેલો પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો એમ જણાવી રાજ્યપાલશ્રીએ બાળકોને પુરુષાર્થ માટે પ્રેરણા આપી હતી.

 

આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રી વાસ્તવે “સુરક્ષા સેતુ” કાર્યક્રમ અંતર્ગત જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાના કાર્યની વિગતો રજૂ કરી હતી. જ્યારે ડીસીપી શ્રી રાજેશ ગઢિયાએ સમગ્ર પ્રોજેક્ટ વિશેની માહિતી રજૂ કરી હતી. યુવા અનસ્ટોપેબલ સંસ્થાના
શ્રી અમિતાભ શાહે સંસ્થા દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે કરવામાં આવી રહેલાં કાર્યોની માહિતી આપી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button