National

જસદણ અને વિંછીયા તાલુકામાં વિકાસના કામોની સમિક્ષા કરતા પાણી પુરવઠામંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

રાજકોટ તા. ૨૮, મે – રાજકોટના જસદણ અને વીંછીયામાં માળખાકીય સુવિધાઓ છેવાડાના ગામો સુધી પહોંચતી કરવા હરહંમેશ પ્રતિબધ્ધ પાણી પુરવઠામંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સમયાંતરે વિકાસલક્ષી કામગીરીની સમિક્ષા કરવામાં આવે છે.

તા. ૨૭મી મે ના રોજ જસદણ તાલુકા સેવા સદન ખાતે મંત્રીશ્રી બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ અને વિંછીયા તાલુકા વિસ્તારમાં રોડ રસ્તા, પાણી પુરવઠા સિંચાઇ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં પેન્ડીંગ રહેલા કામો બાબતે વિગતો મેળવી તાંત્રિક કે વહિવટી મંજુરી સત્વરે મેળવી ચાલુ કરવા, હાલમાં પ્રગતિમાં રહેલ કામોને ચોમાસા પહેલા સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની જરૂરીયાત મુજબ વિકાસકામોની વિગતો સંબંધિત વિભાગને મોકલી આપવા સહિત વિકાસકામો અંગે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી ગળચર, જસદણ ટી.ડી.ઓ શ્રી વાંદા, વિંછીયા મામલદારશ્રી ડાંગી, જસદણ નગરપાલીકા ચિફ ઓફીસર શ્રી પાર્થ ત્રિવેદી સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button