National

જામનગરમાં છેલ્લા 22 દિવસમાં મૃત્યુદરના વધારો સૌથી વધુ 130 ટકા, બનાસકાંઠામાં 61ટકા મોતનો આંક વધ્યો

છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં સ્મશાનમાં જગ્યા ન હોવી અને દવાઓ ન મળવાના કારણે મોત થવાનાં કિસ્સાઓ ઉજાગર થયા છે. પરંતુ મોટા શહેરો ઉપરાંત ગ્રામ્ય કે નાના શહેરી વિસ્તારોમાં પણ સ્થિતિ કપરી છે. જામનગરમાં તો માત્ર 22 દિવસમાં જ કુલ મોતના આંકડા વધવાની ટકાવારી 130 ટકાએ પહોંચી ગઇ છે. બનાસકાંઠામાં મૃત્યુઆંકમાં 22 દિવસામાં 61 ટકાનો વધારો થયો છે. જોકે સત્તાવાર સિવાયનાં આંક તો તેનાથી પણ વધુ છે. મહેસાણામાં છેલ્લા 22 દિવસમાં કુલ થયેલા મૃત્યુમાં વધારાનાં આંકની ટકાવારી 52 ટકા જેટલી થાય છે.

ગાંધીનગરમા 22 દિવસમાં 25 મૃત્યુ વધ્યા
ગાંધીનગર જિલ્લામાં જે રીતે કેસ વધ્યા છે. તે જોતાં સત્તાવાર મૃત્યુના કેસો રાજયભરની જેમ ગાંધીનગરમાં પહેલી એપ્રિલથી લઇેને 22મી એપ્રિલના સમયગાળામાં કુલ 109 મોત થતાં હતા, તે વધીને 136 થઇ ગયા હતા . જો કે આમ આ મોતની ટકાવારી ગણીએ તો આ સમયગાળા 25 ટકા મોત વધ્યા છે. ભાવનગર જિલ્લામાં એક એપ્રિલથી 22 દિવસમાં જ મોતનાં આંકડા એટલા વધી ગયા છે. મૃત્યુઆંક વધાવાની ટકાવારીનો આંક 38 ટકા સુધી વધી ગયા છે. પહેલી એપ્રિલના રોજ ભાવનગર જિલ્લામાં મોતનો કુલ આંક 70 હતો તે 22મી એપ્રિલે વધીને 97 પહોંચ્યો હતો.

સરકારી ચોપડે જામનગરમાં 22 દિવસમાં કુલ 47 મોત નોંધાયા
જામનગરની વાત કરીએ તો, જામનગરમાં છેલ્લા 22 દિવસમાં મૃત્યુનાં આંકની ટકાવારી સૌથી વધુ 130 ટકા વધી ગઇ છે. એક એપ્રિલના રોજ કુલ 36 મોત હતા, તેમાં 22 દિવસમાં વધુ 47 મોત આવવાને પગલે મૃત્યુઆંક 83 પહોંચ્યો છે. બનાસકાંઠામાં એપ્રિલ મહિનાના છેલ્લા 22 દિવસમાં મોતનો આંક કુલ 39 થી વધીને 63 થયો હતો. આમ 24 મૃત્યુમાં વધારો થયો હતો, જેની 61 ટકા જેટલા મોતની સંખ્યામાં વધારો દર્શાવે છે. પાટણમાં પહેલી એપ્રિલ સુઘીમાં કુલ 53 વ્યકિતના મોત થયાં હતા જેમાં 22 દિવસમાં 8 મોત વધીને કુલ મૃત્યુઆંક 61 પહોંચ્યો હતો. જે સરેરરાસ 15 ટકાનો વધારો થયો તેમ બતાવે છે. મહેસાણામાં છેલ્લા 22 દિવસમાં કુલ થયેલા મૃત્યુમાં વધારાનાં આંકની ટકાવારી 53 ટકા જેટલી થાય છે. મહેસાણામાં 22મી એપ્રિલ સુધી કુલ 55 દર્દીઓના મોત થયા હતો જે આંક પહેલી એપ્રિલે 38 હતો.

મહેસાણામાં છેલ્લા 22 દિવસમાં સૌથી વધુ 57 ટકા કેસો વધ્યા , પાટણમાં કેસ વધવાની ટકાવારી ઉંચી
છેલ્લા 22 દિવસમાં ગુજરાતભરમાં કેસ વધી રહ્યા છે.ત્યારે મોટા શહેરો બાદ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. મહેસાણામાં છેલ્લા 22 દિવસામં સોથી વધુ 57 ટકા કેસો વધ્યા છે. મહેસાણામાં પહેલી એપ્રિલે 7575 હતા તેમાં 4340 કેસ વધીને કુલ આંક 11915 પહોંચ્યો છે. છેલ્લા 22 દિવસમાં પાટણમાં 2315 કેસના વધારા સાથે 54 ટકા અને જામનગરમાં 5834 કેસ વધવાની સાથે 50 ટકા કેસ વધ્યા છે. ભાવનગરમાં 43 ટકા, બનાસકાંઠામાં 43 ટકા અને ગાંધીનગરમાં 28 ટકા કેસ વધ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button