National

જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને ૪૭ શિક્ષકોને નિમણૂંક પત્રો અપાયા કોરોના મહામારીમાં પણ રાજ્ય સરકારશ્રીએ ભરતી પ્રક્રિયા શરૂ કરી નિમણૂંક આપતા અમે આભારી છીએ : ઉમેદવાર

જૂનાગઢ તા.૧

શિક્ષણ વિભાગ અને નિયામકશ્રી, શાળાઓની કચેરી ગાંધીનગર આયોજિત અનુદાનીત ઉચ્ચતર માધ્યમિક
શાળાઓમાં શિક્ષક સહાયક ભરતી ૨૦૨૧ અન્વયે જૂનાગઢ જિલ્લાના ૪૭ ઉમેદવાર શિક્ષકોને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ
પારધીની અધ્યક્ષસ્થાતામાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે
નિમણુંક મેળવનાર દિપ્તીબેન માકડીયાએ જણાવ્યું હતું કે,  શિક્ષક બનવાનું સપનું આજે સાકાર થયું છે અને કોરોનાની
મહામારીમાં પણ રાજ્ય સરકારશ્રી દ્વારા નિમણૂંક પત્રો આપતા અમો સરકારના આભારી છીએ.
રાજ્ય કક્ષાએથી ૨૯૩૮ જગ્યા પર શિક્ષકોની નિમણૂંક માટે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા દ્વારા પ્રેરક ઉદબોધન આપી પ્રતિક રૂપે ઉમેદવારોને શિક્ષક
સહાયકની નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ
પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર
રણવીરસિંહ પરમાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો તથા ઉમેદવારો હાજર રહ્યા હતા.
બાદમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાતામાં ૪૭ ઉમેદવારોને નિમણૂંક પત્ર
એનાયત કરવામાં આવ્યા હતા. અને તમામ ઉમેદવારોને કલેક્ટરશ્રી, ડીડીઓ, શિક્ષણાધિકારી આર. એસ ઉપધ્યાય, એજ્યુકેશન
ઇન્સ્પેક્ટર રણજીત પરમાર, કરમટા તથા શિક્ષણ કચેરીના દ્વારા નિમણૂંક પત્ર એનાયત કરી તમામ ઉમેદવાર શિક્ષકોને શુભેચ્છા
આપવામાં આવી હતી. તે ઉપરાંત કોરોના મહામારી સમયે શિક્ષણ વિભાગ જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ કામગીરીના પુસ્તકનું
કલેક્ટશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું કે, ભષ્ટાચાર મુક્ત ભરતી થઇ
છે. નવા આવેલા તમામ શિક્ષકોએ આવકારીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ.આ પ્રસંગે સંચાલક અને શૈક્ષણિક સંઘના
હોદેદારો સર્વશ્રી નરશીભાઈ માંડલિયા,શ્રી લુણાગરિયા,શ્રી વેજાભાઈ પીઠિયા,નીલેશભાઈ સોનારા,જીતુભાઈ ખુમાણ સહિતના
ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button