National

જૂનાગઢ સિવિલમાં કોરોના પોઝિટિવ મહિલાની ૪.૪ કિલોના બાળકના જન્મ સાથે નોર્મલ ડીલિવરી

જૂનાગઢ તા.૧૯ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે આ મહિલાએ ૪.૪ કિલોના બાળકને જન્મ આપ્યો છે. સિવિલના તબીબોની સફળ કામગીરીને લઇને કોરોના પોઝિટિવ મહિલાએ નોર્મલ ડિલિવરી સાથે બાળકને જન્મ આપ્યો છે. આ કુદરતની કરામત જ છે. સગર્ભા માતા કોરોના પોઝિટિવ અને બાળક નોર્મલ છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા ડો. ધર્મેશ વડેસરા એ જણાવ્યું હતું કે, જૂનાગઢની મહિલા અરુબા ઈરફાન બેલીમ સગર્ભા હોય અને કોરોનાના લક્ષણો સાથે તેમને પૂરા મહિને લેબર પેઇન થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને કોરોના રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ હોસ્પિટલના તબીબો અને સ્ટાફની મદદથી આ મહિલાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, સિવિલના ડો.કિશન આહુજા અને સ્ટાફ દ્વારા મહિલાને હિંમત આપી ડીલિવરી કરાવવામાં આવતા નોર્મલ ડિલિવરી સાથે ૪.૪ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફની સફળ કામગીરીને લઇને કોરોના પોઝિટિવ મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે મહિલાના પરિવારે સિવિલના તબીબો અને સ્ટાફનો આભાર માન્યો હતો. હાલમાં મહિલા અને બાળક બંને તંદુરસ્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ સિવિલમાં રોજની અનેક મહિલાઓની ડીલિવરી કરાવવામાં આવે છે.આમ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કોરોના કાળમાં પણ ઉમદા કામગીરી   કરવામાં અવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button