National

તાઉ-તે વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ કલેક્ટર ડીડીઓને ટ્વીટ કર્યું

જૂનાગઢ તા.૧૯

તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારે લોકો સોશ્યલ મીડિયાના  માધ્યમથી કલેક્ટર, ડીડીઓને ટ્વીટ કરી પોતાની સમસ્યાઓ જણાવતા હતા. જિલ્લા વહિવટી તંત્રના આ ટોચના અધિકારીઓને આ ટવીટ મળતા તુરંત સબંધિત વિજ અધીકારીઓને લોકોની સમસ્યાની જાણ કરવામાં આવતી હતી.  જેના સંદર્ભે પીજીવીસીએલ દ્વારા બનનાવાયેલ ૧૬૭ કવીક રિસ્પોન્સ ટીમો મોકલી યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.

તાઉ-તે વાવાઝોડાના કારણે ૩૫૦ થી વધુ વીજ પોલ પડી ગયા હતા. ૨૯૨ જેટલા ફિડરોને નુકસાન પહોંચ્યું હતું. વૃક્ષો ધરાશાયી થવાથી છવાયેલા અંધારપટને ઉલેચવા લોકોએ ફોલ્ટ સેન્ટર પર ફોનથી ફરિયાદ કરવા સાથે સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સુધી વીજ સમસ્યાની વાત પહોંચાડી હતી.

વીજ સમસ્યાના ઉકેલ માટે લોકોએ કલેકટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી ને ટ્વિટ કરી જાણ કરતા તેમણે પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓને રીપેરીંગ વીજ પુરવઠો પૂર્વવત કરવા સૂચના આપી હતી તેમજ દરેક તાલુકાના મામલતદારને સરપંચ, તલાટી પાસેથી માહિતી લેવા સૂચના આપી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button