NationalReligionsReligious

ધંધુકા માં કોરોના મુક્તિની પ્રાર્થના સાથે પરશુરામ જયંતીની ઉજવણી

ધંધુકા

હાલ ની પરીસ્થિતી ને ધ્યાન માં રાખી બ્રહ્મ પરિવારો દ્વારા ઘરે – ઘરે દિપ પ્રાગટય
ધંધુકા ના ભવાની મંદિર માં આરાધ્યદેવનાં પુજન – અર્ચન
બ્રહ્મસમાજ દ્વારા આજે આરાધ્યદેવ પરશુરામ ભગવાન જયંતિની ઘરે રહીને ઉજવણી કરી હતી. જેમાં બ્રહ્મ પરિવારોએ ઘરે રંગોળી કરી આરતી કરી હતી. તેમજ રાત્રે દીપ પ્રગટાવ્યા હતાં. અને કોરોનામુક્તિની પ્રાર્થના કરી હતી.
ધંધુકા ના પ્રાચિન ભવની મંદિર મા પુજારી ધર્મેન્દ્ર ભટ્ટ તથા યુવા કથાકાર ભાવેશ મહેતા દ્રારા પરશુરામ ભગવાન ની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ દર્શનાર્થી ને કોરોનાના નિયમ ના પાલન સાથે દર્શન કરવાની છુટ્ટ આપવામાં આવી હતી, તેમજ વિશ્વના કલ્યાણ માટે અને આવેલ આફત માંથી બહાર આવવા માટે મહા મૃત્યુંજય મંત્રો ના જાપ પણ કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button