National

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં

માહિતી બ્‍યુરો,રાજપીપલા,ગુરૂવાર :-

નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક
મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ
માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯.૦૪.૨૦૨૧ના હુકમ ક્રમાંક 40-
3/2020-DM-I(A) થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે.
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી, ગૃહ વિભાગના તા.૨૭.૦૪.૨૦૨૧ના હુકમથી કેટલાક નિયંત્રણો
સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૨૭.૦૪.૨૦૨૧ના હુકમના નિયંત્રણોમાં ઉમેરો કરીને
તા.૦૬.૦૫.૨૦૨૧ના ૦૦.૦૦ કલાકથી તા.૧૨.૦૫.૨૦૨૧ના ૦૬.૦૦ કલાક સુધી રાજ્યમાં કેટલાક નિયંત્રણો
મુકવામાં આવેલ છે. જે સુચનાઓનું નર્મદા જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇ નર્મદા જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪,
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ની રૂએ એક જાહેરનામાં દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ
જાહેરનામાની અમલવારી તા.૦૬/૦૫/૨૦૨૧ ના ૦૦.૦૦ કલાકથી તા.૧૨/૦૫/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાક સુધી
કરવાની રહેશે.
તદ્અનુસાર, ઉક્ત જાહેરનામામાં જણાવ્યાં મુજબ આ સમયગાળા દરમિયાન જિલ્લામાં તમામ શૈક્ષણિક
સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્‍બલી હોલ, વોટર
પાર્ક, જાહેર બાગ-બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે.
APMC માં ફક્ત શાકભાજી તથા ફળફળાદીનું જ ખરીદ વેચાણ થઇ શકશે. તે દરમિયાન COVID-19 સંબંધિત
માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
તેવી જ રીતે, આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ)
વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે
છે. અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. જિલ્લામાં સરકારી, અર્ધ સરકારી,
બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્‍ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,
એ.ટી.એમ/ સી.ડી.એમ.રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્‍સ્યોરન્‍સ કંપનીઓ તથા તમામ પ્રકારની
ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ
જોગવાઇ લાગુ પડશે નહીં.

જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ
સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર
રમતગમત ચાલુ રાખી શકાશે. જિલ્લાના તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની
દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ
૫૦% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
અન્‍ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર
કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. જિલ્લામાં તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ
ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર
મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ
ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી
સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button