National

નવા વાડજ વોટર ડ્રિસ્ટિબ્યૂશન સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા શહેરમા જનતાની સુખાકારી માટેના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ‌-ખાતમુહૂર્ત વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

જેમાં અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના નવા વાડજ વોર્ડમાં મહેસાણા સોસાયટી અને નવા વાડજ સર્કલ પાસે રૂ. ૧૯.૧૬ કરોડના ખર્ચે નવું તૈયાર કરવામાં આવેલ વોટર ડ્રિસ્ટિબ્યૂશન સ્ટેશનનું લોકર્પણ કરવામાં આવ્યું. જેમાં ૧૦૬.૧૦ લાખ લીટર પાણીની ક્ષમતાની પંપ હાઉસ સાથેની નવી તૈયાર થયેલ ભૂગર્ભ ટાંકી તથા ૧૫ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટની ઓવર હેડ ટાંકી દ્વારા વાડજ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે.અને અંદાજે ૫૫ હજાર જેટલી વસ્તીને આનો લાભ મળવાપાત્ર થશે.

‘’જ્યાં માનવી ત્યાં સુવિધા’’ આપવાની રાજય સરકારની નેમને સાર્થક કરતું અમદાવાદ મહાનગરપાલિકા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એમ જણાવતાં અમદાવાદ મ્યુનિ.કમિશ્નર શ્રી મુકેશકુમારે જણાવ્યું કે શહેરના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પરિપૂર્ણ કરવાની મુખ્ય ભૂમિકા ઉપરાંત  હાલમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલી કોવિડની બિમારીને નાથવા માટે પણ AMCની કામગીરી નોંધપાત્ર છે. કપરા સમયમાં પણ ક્યાંય અટ્ક્યા વિના શહેરના સંર્વાંગી વિકાસ અર્થે રૂ. ૫૮૫ કરોડના વિવિધલક્ષી વિકાસકાર્યો પ્રજાર્પણ કરવમાં આવ્યા છે.

વાડજ ખાતે કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે પદાધિકારીઓ અને સર્વે ધારાસભ્યો અને કાઉન્સીલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button