National

નીતિ આયોગ પ્રેરિત અટલ ઇનોવેશન મિશનના રિજીયોનલ મેન્ટર ઓફ ચેન્જ તરીકે ડૉ. સુધીર જોષીની પસંદગી

વડોદરા, તા. ૨૮ મે ૨૦૨૧ (શુક્રવાર)  ભારત સરકારના નીતિ આયોગ પ્રેરિત અટલ ઇનોવેશન મિશન કે જેના દ્વારા સમગ્ર ભારતમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ૫,૦૦૦ થી વધુ મેન્ટર ઓફ ચેન્જ દ્વારા ઇનોવેશન, રિસર્ચ, ઇકો સીસ્ટમ, ટીંકરીંગ લેબ, આર્ટીફિશ્યલ  ઇન્ટેલિજન્સ, રોબોટીક્સ, જેવા વિવિધ વિષયો પર જ્ઞાન સહિત સતત માર્ગદર્શન આપવામાં આવે છે અને ભવિષ્યની પેઢી દ્વારા સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનું આયોજન થઈ રહ્યુ છે.

જિલ્લા પંચાયત વડોદરામાં જિલ્લા આર્યુર્વેદિક અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. સુધીર જોષીની તાજેતરમાં રિજીયોનલ મેન્ટર ઓફ ચેન્જ તરીકે પસંદગી કરવામાં આવી છે, તે સમગ્ર વડોદરા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાંથી ૫,૦૦૦ મેન્ટર ઓફ ચેન્જ પૈકી ફક્ત ૫૪ શ્રેષ્ઠ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતમાંથી ૩ વ્યક્તિની પસંદગી થઇ છે.  તેમાં ડૉ. સુધીર જોશી પસંદગી પામ્યા છે.

ડૉ. સુધીર જોશી મેન્ટર ઓફ ચેન્જ તરીકે ૨૦૧૮ થી વિવિધ શાળાઓમાં સેવાઓ આપી રહ્યા છે. તેમની ઉત્સાહવર્ધક કાર્ય પધ્ધતિ અને ઇનોવેટીવ કામગીરીને ધ્યાને લઈ આ પસંદગી કરવામાં આવી છે. હવે તેઓ રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય કક્ષાએ કરશે. ગુજરાતમાંથી પસંદ થયેલા ૩ વ્યક્તિઓમાં ડૉ. સુધીર જોશી ઉપરાંત યજ્ઞેશનાથ વ્યાસ અને ઘનશ્યામ વઘાસીયાની પણ પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલા તમામને શુભેચ્છાઓ તેમજ તેમના નેતૃત્વથી ગુણવતાયુક્ત શિક્ષણ અને સંશોધન કાર્યને વધુ વેગ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button