National

પાદરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પ્રોફેશનલ એજન્સી દ્વારા આપવામાં આવી ફાયર સેફ્ટીની તાલીમ

માહિતી બ્યુરો,વડોદરા,  (ગુરૂવાર)  

કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના પ્રયત્નોથી તાલુકા લેવલે કોરોના પેશન્ટને સારવાર મળી રહે તે માટે પાદરા ડભોઈ સાવલી વગેરે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથેના  સારવાર કેન્દ્રો શરૂઆત કરવામાં આવ્યા છે.

આજ રોજ પાદરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કલેક્ટર શ્રીની સુચના મુજબ ફાયર અંગેની પ્રોફેશનલ એજન્સી દ્વારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના તમામ કર્મચારીઓને આકસ્મિક સંજોગોમાં આગ લાગવાનો બનાવ બને તો કયા પ્રકારે બચાવ અને રાહતની કામગીરી કરવી તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં આગના બનાવો નિવારવાની તકેદારીઓ અને જો આગની ઘટના બને તો તેમાં કયા પ્રકારે બચાવ રાહતની કામગીરી કરવી, કઈ રીતે ઈલેક્ટ્રીક કનેક્શન બંધ કરવા, ઓક્સિજન વાળા પેશન્ટને બચાવી ને શિફ્ટ કરવા,  વિવિધ પ્રકારના  અગ્નિશામકનો કઈ રીતે ઉપયોગ કરવો,  ૧૦૮ની વ્યવસ્થા, ફાયર ટેન્ડરની વ્યવસ્થા વિગેરે બાબતોની પ્રોફેશનલ એજન્સી મારફતે તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.

જેથી આગનો કોઈ બનાવ બને નહીં અને બને તો પણ તાત્કાલિક તેને રોકી શકાય, આગને ઓલવી શકાય અને કોઇપણ પ્રકારની જાણ હાનિ થાય અને તેની તાલીમ ખાસ ભાર મૂકવામાં આવ્યો.

આ તાલીમમાં પ્રાંત અધિકારી, વડોદરા ગ્રામ્ય, મામલતદાર, આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ, તાલુકા હેલ્થ ઓફિસર, તમામ નર્સિંગ સ્ટાફ સ્ટાફ અને અન્ય તમામ સ્ટાફ જોડાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button