National

પોઝિટિવ કેસનો કુલ આંક 38,008 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 309, કુલ 31,899 દર્દીને કોરોનાને માત આપી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 38,008 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 309 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 31,899 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5800 એક્ટિવ કેસ પૈકી 376 દર્દી ઓક્સિજન ઉપર અને 246 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 5178 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 11,220 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 38,008 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5732, પશ્ચિમ ઝોનમાં 6828, ઉત્તર ઝોનમાં 7306, દક્ષિણ ઝોનમાં 6888, વડોદરા ગ્રામ્યમાં 11,220 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ-
 અટલાદરા, દિવળાપુરા, અલકાપુરી, કિશનવાડી, સમા, જેતલપુર, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, અકોટા, નવાબજાર, પાણીગેટ, કારેલીબાગ, વડસર, મકરપુરા, ફતેપુરા, છાણી, નવીધરતી, નવાયાર્ડ, તરસાલી, એકતાનગર, કપુરાઇ, સવાદ, આજવા રોડ, માંજલપુર, યમુનામિલ, દંતેશ્વર, વારસીયા, હાથીખાના
ગ્રામ્યઃ- અભોર, વાઘોડિયા, ગવાસદ, ઇટોલા, સરાર, વરણામા, પોર, ફાલજપુર, ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, થુવાવી,અનગઢ, શેરખી, ચાણોદ, તેનતલાવ, કારવણ,સાંકરદા, વેમાલી, દુમાડ, આસોજ, ભાયલી, કમરાડી. ખંભોલા, હાંડોદ, નવાશિહોરા, પાંડુ, ટુંડાવ, મંજુસર, કમલાપુરા, કરખડી, વાંકાનેર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button