National

ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇ દ્વારા ‘કોરોના સંક્રમણ’ને રોકવા માટે ગ્રામીણ પ્રજાજનોને માસ્કનુ વિતરણ

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૭: ‘કોરોના સંક્રમણ’ના વધતા વ્યાપ વચ્ચે ‘સાવચેતી એ જ સલામતી’ ના સંદેશ સાથે ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇ દ્વારા ગ્રામીણ પ્રજાજનોને વિનામૂલ્યે ‘માસ્ક’ નુ વિતરણ કરાયુ છે.

 

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વેપારી નગર વઘઇ ખાતે તાલુકાના ગામડાઓમાંથી મોટાપાયે ગ્રામીણ પ્રજાજનો આવતા હોય છે. તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, એ.પી.એમ.સી., દૂધ શીત કેન્દ્ર, આર.ટી.ઓ. ઓફીસ સહિત વન વિભાગની સો મિલ, ટીમ્બર ડેપો, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી દવાખાનાઓ વિગેરેને કારણે અહીં ગ્રામીણ પ્રજાની ખાસ્સી એવી અવરજવર રહેતી હોય છે. જેમને ‘કોરોના’ સામે જાગૃતિ કરવા, અને તેમના મારફત ગ્રામ્ય સ્તર સુધી ‘સાવચેતી એ જ સલામતી’ નો સંદેશ પહોંચાડવાના હેતુસર ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇના યુવાનો દ્વારા ઠેર ઠેર વિનામૂલ્યે ‘માસ્ક’ વિતરણ કરવામા આવી રહ્યા છે.

 

યુવામિત્રોના આ સેવકાર્યમા નગરના વેપારી મહાજનો પણ સહયોગી બને તે જરૂરી છે, તેવો અનુરોધ ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇના યુવાનો દ્વારા કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button