National

બોટાદ જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માટે પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે

બોટાદ

     બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૨૮.૦૫.૨૦૨૧ થી ટુ વ્હીલર GJ-33-E  તેમજ ફોર વ્હીલર GJ-33-F વાહન માટેની જુની સીરીઝ ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે.

જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ- ઓકશનમાં ભાગ લઇ મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા જણાવાયું છે. વાહન ખરીદ કર્યાના દિવસ-૭(સાત)માં CAN ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઇટ પર તા..૨૮.૦૫.૨૦૨૧ થી તા.૩૦.૦૫.૨૦૨૧ રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે. તા. ૩૧.૦૫.૨૦૨૧ થી તા.૦૧.૦૬.૨૦૨૧ Bidding રહેશે તેમજ  તા.૦૨.૦૬.૨૦૨૧ ના રોજ નંબર ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવશે. તા.૦૨.૦૬.૨૦૨૧ ના રોજ ફોર્મ જમા કરવાના રહેશે. જે અરજદારોના ઇ- ફોર્મ CAN ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. જેમણે CAN ફોર્મ ભરેલ હોય તે જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકશે. જેની નોંધ લેવી. વધારે માહિતી  https://youtu.be/O3a9kfQl3kc.(E-procedure) પર મેળી શકાશે તેમ વધુમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button