National

ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવાર સુધીમાં ૨૦ હજાર લીટરની ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક સ્થાપિત કરાશે

કોરોનાની બીજી લહેરમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનની જરૂરિયાત
ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઇ છે. તો તેને પહોંચી વળવાં
માટે રાજ્ય સરકાર પણ જાણે કોઇ કસર છોડવાં માંગતી નથી.
કુદરત એક તરફ માનવ જાતની ખરેખરી પરીક્ષા લઇ રહી છે તો તેને સામે આરોગ્ય તંત્ર પણ તેની
સીમાઓને પાર કરી પરિશ્રમની પરાકાષ્ઠા દ્વારા કોરોનાને હરાવવાં દિવસ-રાત એક કરી રહ્યું છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધવાં સાથે શહેરની સર ટી. હોસ્પિટલમાં પણ
કોરોનાના દર્દીઓનું દાખલ થવાનું ચાલું રહ્યું છે. કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની વધુ
જરૂરિયાત પડવાં લાગતાં સર ટી. હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેંકોને દરરોજ રિફિલિંગ કરાવવી પડતી
હતી.
આથી સર ટી. હોસ્પિટલના તંત્રએ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રમ્હભટ્ટના નેતૃત્વમાં આ સગવડ
વધારવાં માટે નિર્ણય લીધો અને રાજ્ય સરકારે પણ પળવારનો વિલંબ કર્યા વગર આ માટેની તાત્કાલિક
મંજૂરી આપતાં માત્ર એક જ અઠવાડિયામાં મંજૂરી મળવાં સાથે આવતાં ગુરૂવાર સુધીમાં હોસ્પિટલના
કેમ્પસમાં ૨૦ હજાર લીટરની ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક સ્થાપિત થઇ જશે. આ માટેની સ્ટેબિલિટી,
વહન ક્ષમતા વગેરેની પ્રાથમિક ચકાસણી કરી લેવામાં આવી છે.
સર ટી. હોસ્પિટલમાં એક- એક દર્દીનો પ્રાણ બચાવવાં માટે હોસ્પિટલ તંત્ર અડગ અને અવિચલ
કામગીરી કરી રહ્યું છે. તેના પરિણામે દાખલ દર્દીઓને પૂરતાં પ્રમાણમાં ઓકિસજનનો પર્યાપ્ત જથ્થો
નિર્વિઘ્ને ઉપલબ્ધ થાય તે માટે સિવિલ તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતાં દર્દીઓની સંખ્યા વધવાના કારણે
ઓકિસજનનો વપરાશ થઈ વધી રહ્યો છે ત્યારે અગાઉની ૧૦ હજાર લીટરની ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન
ટેંક, ૫ હજાર લિટરની ક્ષમતાની ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક, ઉપરાંત વધારાની ૨૦ હજાર લીટરની
ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક સ્થાપિત કરવાથી હોસ્પિટલની ક્ષમતા ૩૫ હજાર લીટરની ક્ષમતાની થઇ
જશે.
સર ટી. હોસ્પિટલ પાસે ૧૦ હજાર લીટર ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક ઉપરાંત, તાજેતરમાં
સ્થાપિત ૫ હજાર લિટરની ક્ષમતાની ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક, ૭ ક્યુબિક મીટરનાં એક એવાં ૪૦૦
જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને ૧૦૦ લીટરના ૧૬૫ નાના ઓક્સિજન સિલિન્ડર હાલમાં વપરાશમાં છે. જે
હોસ્પિટલની ૧૦ હજાર લીટરની ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક ઉપરાંતના છે.
આ રીતે સર ટી. હોસ્પિટલમાં ઓક્સિજનનો સતત અને નિયમિત પુરવઠો જળવાઇ રહ્યો છે. તેની
સ્થાપિત ક્ષમતા વધવાથી હવે ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત કોરોનાના
દર્દીઓને વધુ સારી સેવા આપી શકાશે.
સર ટી. હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓ માટે ક્યારેય ઓક્સિજનની તંગી વર્તાઇ નથી.
દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે
હોસ્પિટલ તંત્ર સજ્જ છે. ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી
તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો
સ્ટોરેજ રાખી શકાશે અને વારંવાર રિફિલિંગ કરાવવામાંથી મુક્તિ મળશે.
આ ઉપરાંત ન માત્ર ઓક્સિજનની સગવડ ઉભી કરવામાં આવી છે. પરંતુ તેમાં કોઇપણ પ્રકારની
ગરબડ ન થાય અને ઓક્સિજનનો પુરવઠો સતત ચાલતો રહે તે માટે ઓક્સિજન ટેન્કમાં અલાર્મ સેટ
કરવામાં આવેલ છે. ઓક્સિજનનું સ્તર નિર્ધારીત કરેલા ચોક્કસ સ્તરે પહોંચે ત્યારે એલાર્મ વાગે છે. તેની
ચેતવણી મળે તુરંત જ ટીમ એક્શનમાં આવી જાય છે. જેથી ટેંકમાં ઓક્સિજનનું પ્રમાણ અને પ્રેસર જાણીને
તેને તુરંત જ ફરીથી ભરી દેવામાં આવે છે.
સામાન્ય રીતે કોરોનાગ્રસ્ત દર્દીને નેઝલ પ્રોન્જ પર દર્દીને ૦ થી ૪ લીટર, સાદા વેન્ટી માસ્ક પર
દર્દીને ૬ થી ૮ લીટર અને એન.આર.બી.એમ. માસ્ક ઉપર દર્દીને ૧૦ થી ૧૨ લીટર અને
એચ.આર.બી.એમ. માસ્ક ઉપર દર્દીને ૫૦ લિટર સુધીની પ્રત્યેક મિનિટે ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય
છે. (આ તમામ જરૂરિયાત પ્રત્યેક દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ જોઇને તબીબો દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન ટેન્કોમાં હાઈ કેપેસિટી ધરાવતું વેપોરાઇઝર પણ કાર્યરત
હોય છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે.
ઓક્સિજન લિક્વીડ સ્વરૂપમાં હોવાથી તેને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ તેને વેપોરાઈઝર
મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન
મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે. ટેંકમાં રહેલો લિકવીડ
ઓક્સિજન (-૧૯૬ ડિગ્રી સેલ્સિયસ) તાપમાન ધરાવતો હોય છે. જેને દર્દીના રૂમ ટેમ્પરેચરમાં ૩૦ થી ૩૫

ડિગ્રીએ લાવવો જરૂરી હોય છે, આ પ્રક્રિયા દરમિયાન પાઈપલાઈન પર બરફ જામી જતો હોય છે, જેને
અટકાવવાં માટે પણ વેપોરાઈઝરનો ઉપયોગ થાય છે.
કોરોનાની બીજી લહેરમાં પણ વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે
માટેના તમામ પ્રયાસો થઇ રહયા છે. અત્યારે ઓકિસજનની માંગ વધવાથી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ
મકવાણાના નેતૃત્વમાં અથાગ પ્રયાસોથી સર ટી. હોસ્પિટલને ઓકિસજનની કોઇ ઉણપ ન રહે તે રીતે
વિકસિત કરવાના ભાગરૂપે આ નવી સુવિધા તાત્કાલિક ઉભી કરવાનું નકકી કરાયું છે અને યુધ્ધના ધોરણે તે
ગુરૂવાર સુધીમાં સ્થાપિત પણ થઇ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button