National

મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વાગરા-આમોદની હોસ્પિટલની મુલાકાત લીધી

ભરૂચઃ શુક્રવાર :- દેશભરમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર અંતર્ગત ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ અંગે વાકેફ થવા સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના વાગરા અને આમોદ તાલુકાના સી.એચ.સી. સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રી પટેલે આ મુલાકાત દરમિયાન તાલુકાની સી.એચ.સી. સેન્ટરની કોવિડ-૧૯ ની સુવિધાઓ તેમજ મેડીકલ સ્ટાફ અંગે અગત્યની માહિતી મેળવી હતી. ઉપરાંત મંત્રીશ્રી સારવાર લેતા દર્દીઓની પણ મુલાકાત લીધી હતી. સહકાર મંત્રીશ્રીએ આ મુલાકાત બાદ વિવિધ માહિતી મેળવીને સલાહ-માર્ગદર્શન આપી અને કેટલાંક સૂચનો કર્યા હતા.

સહકાર રાજ્યમંત્રીશ્રીની મુલાકાત સમયે સાથે જિલ્લા-તાલુકાના પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button