National

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર જિલ્લામાં ખાતે કોરોનાની સ્થિતિ અને નિયંત્રણની
કામગીરીની સમીક્ષા માટે આજે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં
આવ્યું હતું.
રાજ્યમાં ફેલાયેલાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાની
સ્થિતિના આકલન અને વ્યવસ્થા માટે મુલાકાત લેવાના ઉપક્રમ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભાવનગર જિલ્લાની
એક દિવસીય મુલાકાતે પધાર્યા છે.
મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવાં માટે એરપોર્ટ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે,
ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્યશ્રી, આર.સી.મકવાણા,
ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણિધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ
ગોહિલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એ.એમ. ગાંધી, કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
વરૂણ બરનવાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button