National

રસીકરણની કામગીરી માટે શહેર પોલીસ આગળ આવી

વડોદરા તા.૮ જૂન, ૨૦૨૧ (મંગળવાર)

પોલીસ ઇન્સ્પેકટર વી.પી.ચૌહાણ તથા પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ તથા “સી” ટીમ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ COVID-19 સંક્રમણ હોટસ્પોટ ખાતે સંપૂર્ણ વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરદાર એસ્ટેટ ઇંડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા ૪૦ કામદારોનું રજીસ્ટ્રેશન તેમજ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.

ગાયત્રી ગેસ સર્વિસમાં નોકરી કરતા યુવકે કહ્યુ કે, બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન તેમજ વેક્સિનેશન અપાવવાની કામગીરી કરવામાં આવી છે. આ અગાઉ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવવા તકલીફ પડી હતી. પરંતુ બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી રસી મૂકવવામાં આવી, જેથી અમારે સરળતા રહી અને રસીકરણનું અમારું કામ ઝડપથી થયું છે. બાપોદ પોલીસ સ્ટેશન ટીમના આ કાર્ય માટે તેમનો આભાર.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંઘ, એડી.પો. કમિશ્નર ચિરાગ કોરડીયા, નાયબ પોલીસ કમિશ્નર એલ.એ.ઝાલા મદદનીશ પોલીસ કમિશ્નર પરાક્રમસિંહ રાઠોડના માર્ગદર્શન અને સૂચનાઓને લીધે વડોદરા શહેર પોલીસ દ્વારા સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. હાલ કોવીડની સ્થિતિમાં રસીકરણ ઝૂંબેશ અને જુદી-જુદી માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત હોય તેવાઓને સકારાત્મક માર્ગદર્શન, સાંત્વના, હૂંફ આપી મદદ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button