National

રાજપીપલાના નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર દ્વારા કોવિડ-૧૯ ના પરિક્ષણ માટે કરાતાં HRCT ના દરમાં રૂા ૫૦૦/- નો કરાયેલો ઘટાડો

રાજપીપલા,બુધવાર :-રાજપીપલામાં સિવિલ જનરલ હોસ્પિટલ સામે વિજય પ્રસૃતિગૃહ ખાતે કાર્યરત
નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર ખાતે હાલની પેડનેમિક પરિસ્થિતિમાં તેમને ત્યાં કોવિડ-૧૯ ના પરિક્ષણ માટે HRCT થતાં
હોય છે. સદર HRCT નો ચાર્જ આ સેન્ટર દ્વારા પેશન્ટ પાસેથી અગાઉ રૂા.૩,૦૦૦/- લેવામાં આવતો હતો. જે અંગે
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસોથી સદરહું સેન્ટરના તબીબ-સંચાલકશ્રી તરફથી તેમાં રૂા.૫૦૦/- નો
ઘટાડો કરી જરૂરી સહયોગ આપેલ છે. હવે પછી પેશન્ટ પાસેથી ફક્ત રૂા.૨૫૦૦/- નો જ ચાર્જ લેવામાં આવશે. આ
સિવાય આ સેન્ટર તરફથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક પેશન્ટને તે બાબતની રસીદ આપવામાં
આવશે તે મતલબનું લેખિત અનુમોદન નર્મદા જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્રને નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર
તરફથી પાઠવવામાં આવ્યું છે, જેની જાહેર નોંધ લેવા વિનંતી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button