National

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ

રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા શહેર સહિત સમગ્ર જિલ્લાને વધુ હરિયાળું બનાવવા માટે જિલ્લા પ્રસાશન દ્રારા હાથ ધરાયેલ “ગ્રીન જિલ્લા” પ્રોજેકટ અંતર્ગત નર્મદા જિલ્લામાં તમામ સરકારી તેમજ સામાજિક – સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે તે વિસ્તારના વાતાવરણની અનુકુળતા મુજબના મહત્તમ રોપાઓનું વાવેતર કરવાની સાથોસાથ તેના ઉછેર અને યોગ્ય માવજતની સહિતની તમામ બાબતોની પૂરતી કાળજી સાથે આ પ્રોજેકટના સઘન અમલીકરણ થકી “ગ્રીન નર્મદા” ના બિરૂદથી જિલ્લો ગર્વાન્વિત થાય તે દિશામાં ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરવાની ખાસ હિમાયત કરી છે.

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પરાક્રમસિંહ મકવાણા, તમામ મામલતદારશ્રીઓ, આઇ.ટી.આઇ., શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ કોલેજ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ-પંચાયત-નેશનલ હાઇવે), રમતગમત, નરેગા, એસ.ટી. વગેરે જેવા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી “ગ્રીન નર્મદા” પ્રોજેકટ અંતર્ગતની ઉકત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે જમીનની N.A. મંજૂરી તેમજ માલિકી ખાતેદારના વૃક્ષો કાપવાની પરવાનગી આપતી વખતે સરકારી નિયમ અને શરત મુજબ વૃક્ષોનું જે વાવેતર કરવાનું થતું હોય છે તે બાબતનું પણ સંપૂર્ણ પાલન થાય તે જોવાની પણતેમણે ખાસ તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે બેઠકને સંબોધતાં વધુમાં જણાવ્યા મુજબ જિલ્લાની તમામ આંગણવાડી/પ્રાથમિક/માધ્યમિક શાળા/મહાશાળા સહિતના શૈક્ષણિક સંકુલો, તમામ આઇ.ટી.આઇ., તમામ આરોગ્ય સંસ્થાઓ-દવાખાના સંકુલ, પાણી પુરવઠાના ફિલ્ટર પ્લાન્ટ, વોટર વર્કસ,  DGCVCL ના તમામ સબ-સ્ટેશન વિસ્તાર, એસ.ટી.ડેપો, નગરપાલિકા, મામલતદાર સહિત તમામ મહેસૂલી-પંચાયત કચેરીઓ, ગ્રામ પંચાયત, રમતગમત સંકુલ, માર્ગ અને મકાનના સ્ટેટ-પંચાયત તેમજ નેશનલ હાઇવે હસ્તકના રસ્તા પ્રોજેકટ સહિતની તમામ સરકારી કચેરીઓ ઉપરાંત સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે દ્રારા તેમના વિસ્તારની નર્સરીમાં જે તે વિસ્તારને અનુરૂપ અને ઉપલબ્ધ રોપાઓનું મહત્તમ વાવેતર થાય તે માટે અત્યારથી જ સરકારી કચેરીઓને વૃક્ષારોપણના કરાયેલા આયોજન મુજબ અત્યારથી જ પૂરતી સંખ્યામાં નરેગા યોજના હેઠળ જરૂરી ખાડાઓ ખોડાવીને તૈયાર રાખવા અને પ્રથમ વરસાદ થયા બાદ જે તે નિયત કરાયેલ રોપાઓનું સમયસર વાવેતર કરીને તેના યોગ્ય ઉછેર માટે પાણીની વ્યવસ્થા ઉપરાંત તેની માવજત માટે “ટ્રી ગાર્ડ” ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી લેવાની બાબત ઉપર શ્રી શાહે ખાસ ભાર મૂકયો હતો.

જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે વધુમાં જિલ્લાની દરેક નર્સરીના ચોકકસ કિ.મી. ના વિસ્તારની સંસ્થાઓને કયા પ્રકારના રોપાઓની જરૂરીયાત છે અને તેમની પાસે કયા પ્રકારના રોપાઓની ઉપલબ્ધિ છે વગેરે જેવી વિગતો સંબંધિત સરકારી વિભાગો ઉપરાંત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓને જાણકારી માટે ઉપલબ્ધ થાય અને તે મુજબના વૃક્ષારોપણ માટેના ખાડાઓ ખોદીને આવા રોપાઓના વાવેતર માટેનો રૂટ સુનિશ્ચિત કરવાની સાથે તેનું સુચારુ સંકલન થાય તે જોવાની પણ વન વિભાગને આ બેઠકમાં ખાસ સૂચના આપી હતી.

જિલ્લા કલેકટરશ્રી શાહે ગ્રીન નર્મદા પ્રોજેકટ અંતર્ગત હાથ ધરાનારી કામગીરી વધુ સરળ અને ઝડપી રીતે થાય તે માટે વન વિભાગને વૃક્ષારોપણ માટેના ખાડા ખોડવા “ટ્રી ગાર્ડ” વગેરે જેવી કામગીરી માટેની “એમપેનલ” થયેલી સંસ્થાઓની વિગતો જિલ્લાની સરકારી કચેરીઓને પૂરી પાડવાની સૂચના આપી હતી. તદ્ઉપરાંત માર્ગ મકાન વિભાગ દ્રારા પાછલા ૩ વર્ષના રસ્તાના મંજૂર થયેલ પ્રોજેકટ હેઠળ સંબંધિત ઇજારદાર દ્રારા વૃક્ષારોપણની થયેલી કામગીરીની જરૂરી સમીક્ષા કરવા અને તેમાં કસૂરદાર ઇજારદારોના બિલની ચૂકવણી અટકાવી જે તે કામગીરી પૂર્ણ થાય તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવાની પણ તેમણે સૂચના આપી હતી.

નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયાએ ઉકત બેઠકમાં ચર્ચા દરમિયાન વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં સરકારી નર્સરીઓ મારફત ૨૨.૪૦ લાખ રોપા અને ખેડૂત લાભાર્થી ખાતેદાર (DCP) મારફત તૈયાર કરાયેલ ૮.૮૦ લાખ સહિત અંદાજે કુલ ૩૧.૨૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. શ્રી પંડયાએ ચાલુ વર્ષના જિલ્લાકક્ષાના, તાલુકાકક્ષાના અને ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની વિગતોની પણ પ્રાથમિક જાણકારી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button