National

રાજ્યપાલશ્રીના હસ્તે ચાર વેન્ટિલેટર્સ અને ૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું થશે લોકાર્પણ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજભવન ખાતે ‘‘કોરોના સેવાયજ્ઞ’’ ચાલી રહ્યો છે. એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવા ઉપરાંત અનેકવિધ કાર્યો થઇ રહ્યા છે. આ સેવાકાર્યમાં અનેક દાતાશ્રીઓનો સહયોગ પણ મળી રહ્યો છે.

‘‘કોરોના સેવાયજ્ઞ’’ અંતર્ગત તારીખ ૨૮ મે, ૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૧૦.૪૫ કલાકે રાજ્યપાલશ્રી ૪ વેન્ટિલેટર્સ અને ૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું લોકાર્પણ કરશે. આ વેન્ટિલેટર્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ રાજ્યના આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ જરૂરિયાત હોય તેવી રાજ્ય સરકાર હસ્તકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. જેનાથી રાજ્યના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવા પૂરી પાડી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button