National

વલસાડ તાલુકાના સામુહિક આરોગ્યર કેન્દ્રોબ ખાતે વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકરે બેઠક યોજી

માહિતી બ્‍યૂરો, વલસાડઃ

વલસાડ તાલુકાના ડુંગરી અને અટગામ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને મારું ગામ કોરોના મુક્‍ત ગામ અભિયાન અંતર્ગત બેઠક મળી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે કોરોના સારવાર કેન્‍દ્રો શરૂ કરવામાં આવે તો સિવિલ ઉપરનું ભારણ ઓછું કરી શકાશે. ડોકટરી તપાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સેવાભાવી કાર્યકરો  હાજર રહેશે. સામાન્‍ય લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર માટે સમજાવાશે અને જરૂરી  જણાશે તો વધુ સારવાર માટેની વ્‍યવસ્‍થા પુરી પાડશે. કોરોનાની ચેન તોડવા માટે સૌના સહકારની આવશ્‍યકતા છે, ત્‍યારે ગામના સરપંચ સહિત અગ્રણીઓ પણ આ માનવતાવાદી કાર્યમાં સહયોગ આપશે તો કામગીરી વધુ અસરકારક બનશે અને ગામને ઝડપથી કોરોનામુક્‍ત બનાવી શકાશે.  સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે વેન્‍ટીલેટરની સુવિધા આપવાનું આયોજન પણ કરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું. કોરોના સંક્રમણને વધતું અટકાવવા   કોરોનાના લક્ષણો જણાય તેવા વ્‍યક્‍તિઓના ટેસ્‍ટ માટેના સેમ્‍પલ મેળવી તેનો રિપોર્ટ આવે ત્‍યાં સુધી પોતાના ઘરે સગવડ હોય તો ત્‍યાં અથવા ગામોમાં શરૂ કરાયેલા આઇસોલેશન રૂમમાં જ રહે તે જરૂરી હોવાનું તેમને વધુમાં જણાવ્‍યું હતું. જો દર્દી વધુ ક્રિટિકલ લાગે અને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તેને ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડવાના રહેશે, આ કામગીરી માટે જેને  ફરજ સોંપવામાં આવેલે છે તે ભાજપના કાર્યકરો સહાયરૂપ બનશે.

ડુંગરી અને અટગામ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ૧૦ ઑક્‍સિજન બેડ સાથેના કોવિડ સેન્‍ટર શરૂ કરવા માટે સત્‍વરે કવાયત હાથ ધરવા જણાવ્‍યું હતું. સી.એચ.સી. અને પી.એચ.સી. ખાતે દવાનો પૂરતો જથ્‍થો રાખવા પણ જણાવ્‍યું હતું. અટગામ સી.એચ.સી. ખાતે ગોકુળ ચેરીટેબલ ટ્રસ્‍ટે ઓક્‍સિજન માટે પાઇપલાઇન કરી આપવાની તૈયારી દર્શાવી છે, બંને સી.એચ.સી ખાતે ૨૦ ઓકસિજન સિલિન્‍ડરની વ્‍યવસ્‍થા કરવા કાર્યકરોને જણાવ્‍યું હતું. ગામ સમિતિના સભ્‍યો સંકલન રાખી દરેક ઘરોનું સર્વે કરી તાવ, શરદી,ખાંસી વાળા વ્‍યક્‍તિને પી.એચ.ચી. ખાતે ચેક કરાવી  જરૂર જણાય તો સી.એચ.સી. ખાતે દાખલ કરવાના રહેશે અને જો વધુ સારવારની જરૂર જણાય તો સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરી ૧૦૮ મારફતે મોકલી આપવાના રહેશે. દરેક ગ્રામજનો રોગની ગંભીરતા સમજી પૂરતી કાળજી રાખે તે અતિ આવશ્‍યક છે. સરપંચ અને તલાટી સહિત ગામ અગ્રણીઓ પોતાના ગામના દરેક ઘર સાથે સતત સંપર્કમાં રહી યોગ્‍ય સમજણ આપે અને કોરોનાના લક્ષણો જણાય તો આઇસોલેશન રૂમ ખાતે રાખી ત્‍યાં પૂરતી સુવિધાઓ આપવા જણાવ્‍યું હતું.

આ બેઠકમાં વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ અધ્‍યક્ષ રંજનબેન પટેલ, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.મનોજ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતિ કલ્‍પનાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતિ દેવાંશીબેન,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ પટેલ, સી.એચ.સી. અને પી.એચ. સી.ના મેડિકલ અધિકારીઓ, અગ્રણી સમીરભાઇ, રૂપેશભાઇ સહિત  ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button