National

વાવાઝોડા અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની મુલાકાતે કેન્દ્રની ટીમ રાજકોટ આવી પહોંચી

રાજકોટ તા. ૨૭ મે – તાજેતરમાં ‘તાઉ-તે’ વાવાઝોડું ગીર-સોમનાથ, અમરેલી સહીત વિવિધ જિલ્લાઓમાંથી પસાર થતા મોટા પાયે નુકસાન થયું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરને પરિણામે થયેલ નુકસાનનો સર્વે કરવા કેન્દ્રમાંથી સંયુક્ત ટીમના ગઠન બાદ આજરોજ હવાઈ માર્ગે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતાં.

RAJKOT

મિનિસ્ટ્રી ઓફ અફેર્સના જોઈન્ટ સેક્રેટરીશ્રી શ્રી પ્રકાશના વડપણ હેઠળ વિવિધ વિભાગની સંયુક્ત ટીમ જેમાં શ્રી સુભાસ ચંદ્રા (ડિરેક્ટર)- મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલચર ન ફાર્મર્સ વેલ્ફેર, શ્રી હર્ષ પ્રભાકર (એકસઝી. એન્જીનીયર)  – મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સ્પર્ટ એન્ડ હાઇવે, શ્રી મહેશકુમાર  ડિરેક્ટર (એફ.સી.ડી)  – મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ, શ્રી જીતેશ શ્રીવાસ (ડે. ડાયરેક્ટર, સેન્ટ્રલ ઈલેક્ટ્રીસીટી ઓથોરિટી)   – મિનિસ્ટ્રી ઓફ પાવર, શ્રી રાજીવ પ્રતાપ દુબે (ડે. કમિશનર, ફિશરીઝ)   – મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસ્બન્ડરી & ડેરી સહિતના છ સભ્યોની ટીમ રાજકોટથી અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકત કરશે.

રાજકોટ એરપોર્ટ ખાતે કલેકટરશ્રી રેમ્યા મોહન તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ તેઓનું સ્વાગત કર્યું હતું તેમજ આનુસંગિક માહિતી પુરી પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button