National

વ્યારા નગર સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક ગોળીઓનું વિતરણ

માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.26: તાપી જિલ્લામાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોના પગલે વ્યારા નગર સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારાના નાગરીકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગિલોય ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા. 25 અને 26 અપ્રીલ દરમિયાન વ્યારાનગરના વિવિધ વિસ્તારોમાં ગિલોય ગોળીનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફડકે નિવાસ, ટેકરી ફળિયું, માલીવાડ, દત્તકૃપા સોસાયટી વિસ્તાર, શંકર ફળિયું, ટેકરી ફળિયું,પાટ ફળિયું, નવું ઢોડિયાવાડ વિસ્તાર તથા માર્કેટયાર્ડ( મંગા રોડીયાની ચાલ) ના કુલ 426 પરિવારોમાં  કુલ 1716  ગિલોય ગોળીની પડીકી જેમાં, 7 દિવસ માટે 14 ગોળી મળી કુલ 24,024 ગોળીઓ વિતરણ કરવામાં આવી, જેમાં  રાષ્ટ્રીય સેવિકા સંઘનની  બહેનો, એબીવીપીના કાર્યકરો સહીત 10 સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button