National

સંભવિત તૌકતે વાવાઝોડા અંગે આગોતરા આયોજનની બેઠક યોજાઈ

ભરૂચઃ

રાજ્ય સરકારે સંભવિત તૌકતે(TAUKTAE) વાવાઝોડા અંગે દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ કરેલ હોઈ, આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાથી જાનહાનિ કે નુકશાન ન થાય તે માટેના આગોતરા આયોજન કરવા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના દરિયા કિનારાના કોસ્ટલ વિસ્તારના ગામોના પ્રજાજનોને સમયસર ખસેડવા કામગીરી હાથ ધરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ઉપરાંત દરિયો ખેડતા માછીમારોને પણ આ દિવસોમાં પાછા બોલાવી લેવા અને મીઠાના અગરિયાઓ અલગ વ્યવસ્થા કરવા સમાહર્તાશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સેલ્ટર હાઉસની વ્યવસ્થા કરવા તેમજ કોરોના મહામારીના કારણે માસ્ક અને સોનેટાઈઝર વિગેરે તૈયાર રાખવા જણાવ્યું હતું અને જિલ્લા આરોગ્યતંત્રને તૈયાર રહેવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં સેટેલાઈટ, ઈન્ફોરમેશનની આપ-લે, વિજળી વ્યવસ્થા, ઝાડ પડવા, સ્થાનિક લોકોને તૈયાર રહેવા, બસ વ્યવસ્થા, સ્થળાંતર વિગેરે જેવી બાબતે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રજાપતિ, જિલ્લા નાયબ પોલીસ વડાશ્રી, મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વિગેરે ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button